ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણી લાઠી ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ નિમિત્તે લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાઠી શહેર અને આસપાસના અનેક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નગરજનો જોડાયા હતા. લાઠીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજીને તેમના જલ્દી સાજા થવાની કામના કરવામાં આવી હતી. આ સાથે જ, સ્વચ્છતાનો સંદેશ આપવા માટે સ્વચ્છતા અભિયાન પણ ચલાવાયું હતું, જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ જોડાયા હતા.