લાઠીમાં મંગળપરા, સાગોરાપીરની દરગાહની પાછળ રહેતા ૪૯ વર્ષીય ખેડૂત ભરતભાઇ છગનભાઇ રીજીયા છેલ્લા દોઢેક વર્ષથી ગુમ થઇ ગયા હતા. આ કેસ લાઠી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નં ૦૩/૨૦૨૪ થી દાખલ થયેલ હતો. જે અંતર્ગત ગુમ થનાર પુરૂષને શોધી કાઢવા લાઠી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સનો આધાર લીધો હતો. આ ગુમ થનાર પુરૂષને સુરત શહેર ખાતેથી શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ હતું. આ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ, એચ.એન. ખુમાણ તથા પો.કોન્સ. વી.વી. ગોહેલ દ્વારા કરવામાં આવેલ છે.