લાઠી તાલુકાના દહીથરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો આરોગ્ય તપાસણી કેમ યોજાયો હતો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.આર. આર. મકવાણાના માર્ગદર્શન નીચે ડો. હરિવદન પરમાર, ડો મિતલ સેલિયા સહિતના આરોગ્ય કર્મચારીઓએ તમામ વિદ્યાર્થીઓની વજન, ઉંચાઈ તેમજ પોષણક્ષમની તપાસ કરી હતી. જરૂરીયાતવાળા બાળકોને તપાસ અર્થે આગળ મોકલવામાં આવ્યા હતા.