સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રાહુલ ગાંધીએ બિટ્ટુ પર આકરા પ્રહારો કર્યા અને તેમને “દેશદ્રોહી” ગણાવ્યા, જેના પર ભાજપ નેતાએ તીખો જવાબ આપ્યો. આકરા પ્રત્યુત્તરમાં, બિટ્ટુએ કહ્યું કે તેમને “દેશના દુશ્મનો” સાથે કોઈ લેવાદેવા નથી.
અહેવાલો અનુસાર, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ મકર દ્વાર પર વિરોધ કરી રહેલા કોંગ્રેસના સાંસદો પાસેથી પસાર થયા, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “જુઓ, એક દેશદ્રોહી ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તેનો ચહેરો જુઓ…” લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બિટ્ટુ સાથે હાથ મિલાવતા કહ્યું, “નમસ્તે ભાઈ, મારા દેશદ્રોહી મિત્ર. ચિંતા કરશો નહીં, તમે પાછા (કોંગ્રેસમાં) આવી જશો.” બિટ્ટુ પહેલા કોંગ્રેસમાં હતા અને તેમને પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાયા અને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા.
કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ રાહુલ ગાંધીને “રાષ્ટ્રના દુશ્મન” ગણાવ્યા… કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કરતા, બિટ્ટુએ તેમની સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, અને કહ્યું કે તેમનો રાષ્ટ્રના દુશ્મનો સાથે કોઈ સંબંધ નથી. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, અને પછી આગળ વધ્યા.
ભારત-અમેરિકાના વેપાર સોદા અંગે “પીએમ સોદો કરી ચૂક્યા છે” લખેલા પોસ્ટરો ધરાવતા કોંગ્રેસના સાંસદો સંસદના પગથિયાં પર વિરોધ કરતા જાવા મળ્યા. મંગળવારે, ભારત-અમેરિકાના વેપાર સોદા અંગે મીડિયા સાથે વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી. મંગળવારે, કોંગ્રેસના સાત અને સીપીઆઈ-એમના એક સહિત આઠ વિપક્ષી સભ્યોને અનુશાસનહીનતા માટે બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્ડ કરાયેલા લોકસભા સાંસદો ગુરજીત સિંહ ઔજલા, હિબી એડન, ડીન કુરિયાકોસે, અમરિંદર સિંહ રાજા વારિંગ, બી. મણિકમ ટાગોર, ડા. પ્રશાંત યાદવરાવ પાડોલે, ચમલા કિરણ કુમાર રેડ્ડી અને એસ. વેંકટેશને સંસદ સંકુલમાં વિરોધ કર્યો હતો.