ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં આજે એક ભવ્ય સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ‘શિખર’ પર ઔપચારિક રીતે ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. હજારો લોકોએ આ કાર્યક્રમ જાયો હતો. શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવતા ભક્તોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સભાને સંબોધિત કરી અને અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજવંદન એ યજ્ઞની પરાકાષ્ઠા નથી પરંતુ એક નવા યુગની શરૂઆત છે. આ પ્રસંગે, હું ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશના લોકો વતી વડા પ્રધાન મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “ભગવાન રામનું આ ભવ્ય મંદિર ૧.૪ અબજ ભારતીયોની શ્રદ્ધા, આદર અને આત્મસન્માનનું પ્રતીક છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં લહેરાતો આ ભગવો ધ્વજ ધર્મ, ગૌરવ, સત્ય, ન્યાય અને રાષ્ટ્રવાદનું પ્રતીક છે. છેલ્લા ૫૦૦ વર્ષોમાં, સામ્રાજ્યો બદલાયા છે અને પેઢીઓ બદલાઈ છે, પરંતુ શ્રદ્ધા હંમેશા અડગ રહી છે. જ્યારે ઇજીજી જેવા સંગઠને સત્તા સંભાળી ત્યારે ફક્ત એક જ સૂત્ર હતું : ‘રામ લલ્લા, અમે ત્યાં આવીને મંદિર બનાવીશું. અમે લાઠીચાર્જ અને ગોળીઓનો સામનો કરીશું, પરંતુ અમે ત્યાં મંદિર બનાવીશું.’ અહીં દરરોજ ઉત્સવ હોય છે, અને રામ રાજ્યની અનુભૂતિ દરેક જગ્યાએ અનુભવાય છે.”
યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “છેલ્લા ૫૦૦ વર્ષોમાં, સામ્રાજ્યો અને પેઢીઓ બદલાઈ ગઈ છે. એકમાત્ર વસ્તુ જે યથાવત રહી હતી તે શ્રદ્ધા હતી. જ્યારે આરએસએસે નેતૃત્વ સંભાળ્યું, ત્યારે ફક્ત એક જ સૂત્ર હતું : ‘રામ લલ્લા, અમે આવીશું. અમે ત્યાં મંદિર બનાવીશું. અમે લાઠીચાર્જ અને ગોળીઓનો સામનો કરીશું, પરંતુ અમે ત્યાં મંદિર બનાવીશું.'”
પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે મંદિરના નિર્માણ પૂર્ણ થવાના પ્રસંગે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવ્યો. ૧૦ ફૂટ ઊંચા અને ૨૦ ફૂટ લાંબા જમણા ખૂણાવાળા ત્રિકોણાકાર ધ્વજમાં ચમકતો સૂર્ય છે, જે ભગવાન શ્રી રામના તેજ અને બહાદુરીનું પ્રતીક છે, અને કોવિદાર વૃક્ષની છબી સાથે ‘ઓમ’ લખેલું છે.