પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરના પુત્ર અને ૧૯૮૭ની પ્રખ્યાત ટીવી સિરિયલ ‘રામાયણ’ના સ્વપ્નદ્રષ્ટા સર્જક શ્રી આનંદ રામાનંદ સાગર ચોપરાનું ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અવસાન થયું. તેઓ ૮૪ વર્ષના હતા.સુત્રો અનુસાર, તેઓ છેલ્લા ૧૦-૧૨ વર્ષથી બીમાર હતા અને પાર્કિન્સન રોગ સામે ઝઝૂમી રહ્યા હતા. આજે સાંજે ૪ઃ૩૦ વાગ્યે હિન્દુ સ્મશાનગૃહ, પવન હંસ, મુંબઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના પરિવારે હૃદયદ્રાવક સમાચારની પુષ્ટિ કરી અને તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.
આનંદ રામાનંદ સાગરના અવસાન અંગેના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખૂબ દુઃખ સાથે સાગર પરિવાર તેમના પ્રિય પિતા, શ્રી આનંદ રામાનંદ સાગર ચોપરાના દુઃખદ અવસાનની જાહેરાત કરે છે, જેનું ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ શાંતિપૂર્ણ રીતે અવસાન થયું. મૂળ ૧૯૮૭ ટીવી શ્રેણી રામાયણના સર્જક, આનંદ જી સાગર આર્ટ્સનું સંચાલન કરનારી બીજી પેઢીનો ભાગ હતા. હૂંફ, ગૌરવ અને મૂલ્યોના માણસ, શ્રી આનંદ રામાનંદ સાગર ચોપરાએ તેમની દયા, શાણપણ અને સૌમ્ય સ્વભાવથી ઘણા લોકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું.” તેમના પરિવાર, મિત્રો અને તેમને ઓળખતા બધા લોકો તેમને પ્રેમથી યાદ કરશે.
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અંતિમ સંસ્કાર સમારોહ – શુક્રવાર, ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ સમયઃ ૪ઃ૩૦ ઁસ્ સ્થળઃ હિન્દુ સ્મશાનગૃહ (પવન હંસ), મુંબઈ.” સાંજે વિલે પાર્લે, મુંબઈ સ્થિત પવન હંસ સ્મશાનગૃહ ખાતે હિન્દુ વિધિઓ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં મનોરંજન ઉદ્યોગની અનેક હસ્તીઓએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
આનંદ સાગર એક દાયકાથી વધુ સમયથી પાર્કિન્સનથી પીડાતા હતા. આ રોગ મગજમાં ચેતાને નુકસાન પહોંચાડે છે. આ રોગમાં રસાયણ ડોપામાઇનની ઉણપ થાય છે, જે ધ્રુજારી, જડતા, ધીમી ગતિ અને સંતુલન ગુમાવવા જેવા લક્ષણોનું કારણ બને છે.
આનંદ સાગરના પરિવારમાં તેમની પત્ની, નિશા સાગર અને બાળકો છે. પ્રખ્યાત સાગર પરિવારના સભ્ય, આનંદ સાગર ચોપરાએ ૧૯૮૦ ના દાયકામાં ભારતીય ટેલિવિઝન પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરનારા તેમના પિતા રામાનંદ સાગરના કાર્યને ચાલુ રાખીને, સુપ્રસિદ્ધ નિર્માણ “રામાયણ” (૨૦૦૮) નું દિગ્દર્શન કર્યું. દિગ્દર્શન ઉપરાંત, તેમણે આંખે, અરમાન અને અલિફ લૈલા સહિત અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું.














































