આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પોતાના રાજીનામામા રાજી કરપડાએ જેલવાસ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કોઈ મદદ ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે. તેવી પણ અટકળો ચાલી રહી છે કે રાજુ કરપડા ભાજપમાં જાડાઈ શકે છે. આ વચ્ચે રાજુ કરપડા સાથે જેલવાસ ભોગવી આવેલા આપ નેતા પ્રવીણ રામે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે રાજુ કરપડાના રાજીનામા પર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજુભાઈ મારી સાથે ૧૦૮ દિવસ હતા, ત્યારે જૂના કેસને લઈને ચિંતામાં હતા. આ કેસમાં પાંચ વર્ષની સજા થઈ છે. બીજા કેસમાં પરિવારના સભ્યો હતા તે જજમેન્ટ પર છે. આ બંને કેસને લઈને ભાજપે તોડવાનો પ્રયાસ કર્યો છે.
પ્રવીણ રામે કહ્યુ કે જેલમાં ભાજપ વતી કોઈ મળવા આવતું હતું. રાજીભાઈનું બીડુ કોણે જણા કરાવ્યું તે માટે જેલના સીસીટીવી જાહેર કરવામાં આવે. પ્રવિણ રામે કહ્યુ કે જેલ દરમિયાન રાજુભાઈ સતત દબાણમાં હતા અને જૂના કેસને લઈ ચિંતામાં હતા. રાજીભાઈ પર ૩૦૭ જેવા ગંભીર ગુનાઓ લાગેલા હતા, જેથી ભાજપ દબાણ કરી રહ્યું હતું. પ્રવીણ રામે કહ્યુ કે ભાવનગર અને રાજકોટ જેલના સીસીટીવી જાહેર કરવામાં આવે. રાજુભાઈએ પોતાને ફસાવી દેવામાં આવશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પક્ષમાં આંતરિક ખેંચતાણની વાત બંધબેસતી નથી. તેમણે જણાવ્યું કે ગોપાલભાઈને પણ વકીલ તરીકે મળવા દેવામાં આવ્યા નહીં.
ગોપાલ ઈટાલિયા અને રાજુ કરપડાના સંબંધ પર પ્રવીણ રામે કહ્યુ કે બંને વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. તેમણે આશા વ્યક્ત કરી કે રાજુભાઈ જે પણ પાર્ટીમાં જાય પરંતુ ખેડૂતોનો અવાજ ઉઠાવતા રહે તેવી આશા છે. પ્રવિણ રામે કહ્યુ કે રાજુભાઈ જેલમાં રાખ્યા તે તમે ભૂલી જાવ પરંતુ બાળકો અને વડીલોને માર ભાજપે માર્યો હતો તે ભૂલતા નહીં.









































