રાજુલાના સાવરકુંડલા રોડ પર ગૌશાળા સામે આવેલી નગરપાલિકાની કચરાની ઉથરેટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં ઘટ્ટ ધુમાડો ફેલાતા વાહનચાલકોની દ્રશ્યતા ઘટી ગઈ હતી અને ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના સભ્યો રણછોડભાઈ મકવાણા અને અન્ય અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.