રાજુલાના હિંડોરણા ગામે રાધિકા હોટલ પાસેથી ચોરાયેલી મોટર સાયકલનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ગત તા. ૦૫/૦૩/૨૦૨૬ના રોજ ચોરાયેલા રૂ.૨૦,૦૦૦ની કિંમતના બાઇક (ય્ત્ન-૧૧-છય્-૮૧૩૫) અંગેની ફરિયાદ બાદ પી.આઈ. વી.એમ. કોલાદરાની ટીમે ટેકનિકલ મદદ અને સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ હાથ ધરી હતી.પોલીસે આ ગુનામાં લોઠપુર ગામના બે શખ્સો, લાલજી ઉર્ફે ‘લાલો’ સોલંકી અને મનુભાઇ મકવાણાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ ટ્રક ડ્રાઇવીંગ સાથે સંકળાયેલા છે અને તેમની સામે ચોરી, લૂંટ તથા પ્રોહિબિશન સહિતના ૨૦ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.





































