રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનો હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે. રાજુલાના જનરક્ષક વાન-૧૧રમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ વરૂએ મંદબુધ્ધિ ધરાવતો યુવક મળી આવ્યા બાદ તેમને સ્નાન કરાવી કપડા પહેરાવી યુવાન સાથે હૂંફ અને લાગણી વ્યકત કરી પરિવારની માહિતી મેળવ્યા બાદ મંદબુધ્ધિ ધરાવતા યુવાનનું પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવ્યું હતું. આમ, ‘પોલીસ પ્રજાનો સેવક’ એ સુત્રને રાજુલા પોલીસ કોન્સ્ટેબલે સાર્થક કર્યું છે.










































