રાજુલાના કોવાયા ગામે રહેતો યુવક તેની બાઈક લઈને સમર્પણ હોસ્પિટલ ગયો હતો. જ્યાંથી તેના બાઈકની ઉઠાંતરી થઈ હતી. બનાવ અંગે દેવશીભાઈ અરજણભાઈ લાખણોત્રા (ઉ.વ.૪૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, રાજુલા મુકામે સમર્પણ હોસ્પિટલ ખાતે તેના ભાઈની દુકાને મોટરસાયકલ લઈને ગયા હતા.
જ્યાંથી તેમની ૧૫ હજારની કિંમતની બાઈક અજાણ્યો શખ્સ ચોરીને જતો રહ્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































