રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરાની સૂચના હેઠળ ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતી એક મહિલા પકડાઈ હતી. પોલીસે મોનો સ્કાય લખેલી આવી પાંચ ફિરકી કબ્જે લઇને કાર્યવાહી કરી હતી. આ મહિલાનું નામ નસીમબેન સુલ્તાનશા પઠાણ, ઉ.વ.૩૯ છે અને તે રાજુલા ગોકુળનગરમાં રહે છે.