રાજુલામાં પરિણીતાને કરિયાવર મુદ્દે કનડગત કરવામાં આવી હતી. આ અંગે મનીષાબેન શૈલેષભાઈ જોગદીયા (ઉ.વ.૩૪)એ પતિ શૈલેષભાઈ નાનજીભાઈ જોગદીયા, નાનજીભાઈ કાનભાઈ જોગદીયા, સોનલબેન નાનજીભાઈ જોગદીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ અવારનવાર મેણાટોણા મારી ગાળો આપતા હતા. તેમજ દુઃખ ત્રાસ આપી મારકૂટ કરી હતી. ઉપરાંત જાનથી મારવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શામજીભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. ફરિયાદ મુજબ, ઘરકંકાસના કારણે આશરે છ મહિના પહેલાં તેઓ પોતાના ઘરેથી અલગ રહેવા જતા રહ્યા હતા. તેઓ અને સાહેદ પોતાનો ઘરનો સામાન લેવા માટે તેમના મૂળ ગામ મેમદા ખાતે આવ્યા હતા. તેમનું આ રીતે ઘરે આવવું તેમના સસરા અને દિયરને પસંદ આવ્યું નહોતું. આથી, બંને આરોપીઓએ તેમને અને સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ, આરોપીઓ લોખંડનો પાઇપ લઈને તેમને મારવા માટે ધસી આવ્યા હતા. જોકે તેઓ સમયસર ઘરમાં જતા રહેતા લોખંડનો પાઇપ તેમને વાગ્યો નહોતો. આરોપીઓએ તેમને અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો. પીડિત મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી હતી.









































