રાજુલામાં એક દુકાન પાસે પડેલા ખાડામાં રીક્ષા ફસાતા યુવકને ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત પથ્થરનો છુટ્ટો ઘા કરી ઢીકાપાટુ માર્યા હતા. બનાવ અંગે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ રાજુલા નગરપાલિકા સામે આવેલી ઈન્ડિયન ફર્નીચર નામની દુકાનમાં રહેતા ઝુબેરખાન મહમદખલીલ ખાન (ઉ.વ.૨૯)એ અલવીર નસીબભાઈ કુરેશી, સંજયભાઈ ગોબરભાઈ ચાવડા, અમીરખાન યુનુસભાઈ પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાંજના આશરે સવા આઠેક વાગ્યાના અરસામાં તેમની ઇન્ડિયન ફર્નીચરની દુકાને સાહેદ મેરાજ હાજર હતો. તે વખતે સંજયભાઈ ચાવડા દુકાન આગળ રીક્ષા લઇને નીકળ્યો હતો અને તેમની દુકાન આગળ ખાડો હતો. તેમાં રીક્ષાનું ટાયર ફસાતા તે રીક્ષા ઉભી રાખી નીચે ઉતરી સાહેદ મેરાજને ગાળો આપવા લાગ્યા હતા.જેથી સાહેદે ગાળો આપવાની ના પાડતા તેણે અન્ય બે આરોપીને બોલાવ્યા હતા. ત્રણેય મેરાજ સાથે ઝગડો કરવા લાગ્યા હતા અને એક ઝાપટ મારી દીધી હતી. સાહેદે તેમને બનાવ અંગે જાણ કરતા ત્યાં પહોંચ્યા હતા અને ત્રણેયને ઝઘડો નહીં કરવા સમજાવતા કહેવા
લાગેલ કે સાહેદ મેરાજને માર મારવો જ છે તું શું કરી લઇશ તેમ કહી મેરાજને બેત્રણ ઝાપટ મારી હતી. ઉપરાંત પાઈપ વડે ફટકાર્યો હતો. તેમજ પથ્થરના છુટ્ટા ઘા મારી ઈજા પહોંચાડી હતી અને શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જેમફાવે તેમ ગાળો આપી હતી.