રાજુલામાં પોલીસે જુગાર રમતી મહિલાઓ પર રેઇડ પાડી હતી. જેમાં છ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ હતી, જ્યારે બે ફરાર થઈ ગઈ હતી. આઠ મહિલાઓ રાજુલા યાદવ ચોક પાસે આવેલ મનુભાઇ કાંધમણાના રહેણાંક મકાન પાસે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતી હતી ત્યારે પોલીસ ત્રાટકી હતી. જેમાંથી છ મહિલાઓ ઝડપાઈ હતી, જ્યારે બે ફરાર થઈ ગઈ હતી. પોલીસે કુલ ૧૦,૭૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.