ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત રાજુલામાં તાલુકા કક્ષાની યોગ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર આજે, ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ, સવારે ૬ થી ૮ કલાકે જે.એ. સંઘવી હાઈસ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી. જેમાં નાના બાળકો, માતાઓ અને બહેનો સહિત ૧૦૦ જેટલા ઉત્સાહી નાગરિકોએ યોગનો લાભ લીધો હતો. યોગ બોર્ડનો મુખ્ય હેતુ રાજ્યમાં યોગનો વ્યાપ વધારી લોકોને નિરોગી રાખવાનો અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવાનો છે.








































