દેશભરમાં મનાવાતા થલ સેના સ્થાપના દિન એટલે કે આર્મી ડે નિમિત્તે રાજુલાની ધારનાથ સોસાયટીમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સૈન્ય જવાનોના સાહસ, શૌર્ય અને બલિદાનને યાદ કરી શહીદોને નમન કરવામાં આવ્યા હતા. આર્મી ડેની ઉજવણીના ભાગરૂપે રક્ષા શક્તિ સ્કૂલ (ગીર-જીરા)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૈતન્ય વિપુલભાઈ લહેરી દ્વારા રાઈફલ શૂટિંગનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને પરેડ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૈતન્ય લહેરીના નિવાસસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બિપીનભાઈ કનુભાઈ લહેરી, મનુભાઈ ધાખડા, ગૌરવભાઈ જોટંગીયા, ચિરાગભાઈ જોષી, સંજયભાઈ ત્રિવેદી, હસુદાદા ત્રિવેદી, પરાગભાઈ જોષી, હરેશભાઈ જયસ્વાલ, કેતનભાઈ દવે, કીર્તિભાઈ તથા જશુભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.







































