રાજુલા તાલુકાના વિકટર ગામના સ્મશાન નજીકથી એક વ્યક્તિની લાશ મળી આવી છે, જેની ઓળખ બાબુભાઈ વીરાભાઈ સોલંકી (રહે. પાલડી, ઉના, ગીર સોમનાથ) તરીકે થઈ છે. સ્થાનિકોએ લાશ જોતા જ પીપાવાવ મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. પીપાવાવ મરીન પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે હાલ વિકટર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.