અમરેલી જિલ્લામાં ત્રણ લોકોના વિવિધ કારણોસર મોત થયા હતા. થોરડી ગામે રહેતા મોહનભાઈ સાજણભાઈ દાફડા (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, ખીમજીભાઈ સાજણભાઈ દાફડા (ઉ.વ.૬૩) પોતાના ખેતરે કામ કરતા હતા ત્યારે હાર્ટએટેક આવતાં મરણ પામ્યા હતા. જાફરાબાદના નાગેશ્રી પહેલી પાટી ખાતે રહેતા હરીભાઈ રાઘવભાઈ વાળા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, અજીતભાઈ મધુભાઈ વાળા (ઉ.વ.૧૫)એ વાડીએ ઝેરી દવા પીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. રાજુલાના મોરંગી ગામે રહેતા બાબુભાઈ કરીમભાઈ મકવા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, બાઉદીનભાઈ કરીમભાઈ મકવા (ઉ.વ.૪૨)ની પત્નિ છેલ્લા ચાર મહિનાથી પિયરમાં રિસામણે જતી રહી હતી. જેનાથી કંટાળીને ઝેરી દવા પી લીમડાના ઝાડ સાથે દોરીથી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા.