પોતાના મતવિસ્તારમાં આવતા ગામોની મુલાકાત લેતા જનપ્રતિનિધી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા અને નામાંકન પ્રક્રિયાને વેગ આપવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતના વરિષ્ઠ નેતાઓએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને વિવિધ મતદાન મથકો (બૂથ) ની મુલાકાત લીધી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના આગેવાનોને આહવાન કર્યું હતું કે તેઓ પોતપોતાના મતદાન મથકો તેમજ આસપાસના અન્ય બૂથ પર જઈને બીએલઓ (BLO) અને મતદારોને મદદરૂપ થાય. આ સુચનાના ભાગરૂપે, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના મોટા માચિયાળા (બૂથ નં. ૧૨૬, ૧૨૭) અને નાના માચિયાળા (બૂથ નં. ૧૩૦, ૧૩૧) સહિતના બૂથો પર હાજરી આપી હતી અને વધુમાં વધુ ફોર્મ ભરાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, સાંસદ ભરતભાઈ સુતરિયાએ લોકસભા વિસ્તારના વિવિધ ગામોના બૂથોની મુલાકાત લીધી હતી. જિલ્લાના ધારાસભ્યોએ પણ પોતપોતાના વિસ્તારમાં જઈ બુથની મુલાકાત લીધી હતી. જેમાં રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ શિયાળબેટ, ચાંચ અને વિક્ટરથી છતડિયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ કાચરડી, નારણગઢ અને દામનગરથી લુણકીના બુથની મુલાકાત લીધી હતી. ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ ધારી, ડેરી પીપરીયા, રાયડી બુથની મુલાકાત લીધી હતી. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએસાવરકુંડલા શહેરના વિવિધ બૂથો પર અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ધારી તાલુકાના પ્રેમપરા, હરીપરા અને નવી વસાહત ખાતે બુથની મુલાકાત લીધી હતી. ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારો પોતાનું કામ સરળતાથી કરી શકે અને જીંઇ (મતદાર યાદી સુધારણા) ની કામગીરી સુચારુ રૂપે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો હતો.