ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની U-૧૪, U-૧૭ અને U-૧૯ બહેનો માટેની જુડો સ્પર્ધાનું આયોજન તારીખ ૦૧/૦૧/૨૦૨૬ થી ૦૬/૦૧/૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાની DLSS સોમનાથ એકેડેમી કોડીનારના જુડો ખેલાડી બહેનોએ પણ ભાગ લીધો હતો અને ઉમદા પ્રદર્શન કર્યું હતું. એકેડેમીની બે વિદ્યાર્થિનીઓએ મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં સર્વદી ફલકઃ અંડર-૧૭ (-૭૦ કિગ્રા) – સિલ્વર મેડલ અને સોલંકી સૃષ્ટિઃ અંડર-૧૭ (-૪૮ કિગ્રા) – બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, કેમ્પસ ડાયરેક્ટર
કૃણાલભાઈ સોલંકી, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા, સ્પોટ્ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, જુડો કોચ હિતેષભાઈ બારડ, આસિસ્ટન્ટ કોચ તન્વીબેન બારડ તેમજ સમગ્ર શાળા પરિવારે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.








































