રાજકોટની જીવાદોરી ગણાતો આજીડેમ આજે ઓવરફ્લો થયો. અવિરત વરસતા વરસાદના પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા  રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી પાણીની સમસ્યા વેઠી રહેલા શહેર માટે આજીડેમનો ઓવરફ્લો થવો રાહત સમાન સાબિત થયો છે.આજીડેમ રાજકોટ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાણીની અછતને કારણે રાજકોટવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે અવિરત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા પાણીના પુરવઠા અંગે આશાવાદ વધ્યો.સરધાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આજીડેમમાં પાણીનો જથ્થો ઝડપથી વધ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ડેમની મહત્તમ સપાટી સુધી પાણી પહોંચતા વધારાનું પાણી નદીમાં છોડવામાં આવશે.આજીડેમ ઓવરફ્લો થતાં રાજકોટના નાગરિકોમાં હર્ષની લાગણી જાવા મળી રહી છે. પાણીની સમસ્યા હલ થવાથી હવે શહેરમાં પુરવઠો સરળતાથી મળી રહેશે તેવી આશા છે.ડેમ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.