યુપીના બરેલીથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૧૧ વર્ષની સગીર છોકરીએ બાળકને જન્મ આપ્યો છે. જાકે, ૭ મહિનાની ગર્ભાવસ્થાને કારણે, બાળકી અડધા કલાકમાં મૃત્યુ પામી. પોલીસે આ માહિતી આપી.
નવાબગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અરુણ કુમાર શ્રીવાસ્તવે પીડિતાના મોટા ભાઈની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, “રાશિદે કથિત રીતે સગીરા પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અને તેને એટલી બધી ધમકાવી હતી કે તે તેના દુખાવા વિશે કોઈને કહી શકતી નહોતી. જ્યારે તેણીના પેટમાં સતત દુખાવો થતો હતો, ત્યારે પરિવારે ગુરુવારે તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું, ત્યારબાદ જાણવા મળ્યંમ કે તે છ મહિનાની ગર્ભવતી છે.
શ્રીવાસ્તવે કહ્યું, “ગુરુવારે રાત્રે, છોકરીને જિલ્લા મહિલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણીએ એક બાળકને જન્મ આપ્યો. જન્મના અડધા કલાક પછી બાળકનું મૃત્યુ થયું.જિલ્લા મહિલા હોસ્પિટલના સીએમએસ ડા. ત્રિભુવન પ્રસાદે શનિવારે જણાવ્યું હતું કે, “નાની ઉંમરે વધુ પડતું રક્તસ્ત્રાવ અને ડિલિવરીને કારણે સગીરાની હાલત ગંભીર હતી. જાકે, હવે તેની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે.” આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.એ નોંધનીય છે કે દેશમાં દરરોજ બળાત્કારના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. બળાત્કારના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં, બળાત્કારના કિસ્સાઓ પર રોક લગાવવામાં આવી નથી. આવી સ્થિતિમાં, લોકોએ વારંવાર માંગ કરી છે કે બળાત્કાર અંગે કાયદો બનાવવામાં આવે જેથી બળાત્કારીઓને સૌથી કડક સજા મળી શકે અને તેમનામાં કાયદાનો ડર પેદા થઈ શકે.