કેનેડાના પીએમ માર્ક કાર્નેએ ગુરુવારે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષમાં લશ્કરી ભાગીદારીની શક્્યતાને નકારી શકાય નહીં. પીએમ માર્ક કાર્નેએ જણાવ્યું છે કે યુએસ અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં કેનેડાની સંડોવણીને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. તેમની ટિપ્પણીઓ તેમના અગાઉના નિવેદનને અનુસરે છે કે યુએસ-ઇઝરાયલી હુમલાઓ જેણે સંઘર્ષને વેગ આપ્યો તે આંતરરાષ્ટ્રીય  કાયદાની વિરુદ્ધ લાગે છે.
માર્ક કાર્નીએ ઓટાવાના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે મધ્ય પૂર્વમાં વિકાસ પર કેનેડાનું વલણ સ્પષ્ટ છે. તેમણે ઈરાનને સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા અને આતંકવાદનો મુખ્ય સ્ત્રો ત ગણાવ્યો અને તેના માનવાધિકાર રેકોર્ડની ટીકા કરી. તેમણે વધુમાં કહ્યું કે ઈરાનને ક્યારેય  પરમાણુ શસ્ત્રો મેળવવા કે વિકસાવવાની મંજૂરી આપવી જાઈએ નહીં.
કાર્નીએ કહ્યું કે કેનેડા અને તેના આંતરરાષ્ટ્રીય  ભાગીદારોએ વારંવાર ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા હાકલ કરી છે. તેમણે ય્૭ સમિટમાં થયેલી ચર્ચાઓ અને ગયા સપ્ટેમ્બરમાં ફરીથી લાદવામાં આવેલા યુએન પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો.
કાર્ની અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસએ કેનબેરામાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન એકતા વ્યક્ત કરી. તેમણે મધ્ય પૂર્વમાં દુશ્મનાવટ ઓછી કરવા અને ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને કાબુમાં લેવાની જરૂરિયાત પર ભાર મુક્યો .