સંયુક્ત આરબ અમીરાત જેણે એક વર્ષ પહેલા પાકિસ્તાનને ૨ બિલિયન ડોલરની દાનત આપી હતી, તેણે ઇસ્લામાબાદ સામે મોટી કાર્યવાહી કરી છે.યુએઇએ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. સંસદીય સમિતિ સમક્ષ યુએઈના ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો.યુએઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગલ્ફ દેશો પાકિસ્તાની પાસપોર્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાન બચી ગયું. સેનેટની માનવ અધિકારો પર કાર્યાત્મક સમિતિની બેઠકમાં બોલતા, વધારાના ગૃહ સચિવ સલમાન ચૌધરીએ જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયા અને યુએઈએ હાલમાં પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે, પરંતુ જા પ્રતિબંધ લાદવામાં આવે તો તેને હટાવવો ખૂબ મુશ્કેલ હશે.” તેમણે ઉમેર્યું હતું કે યુએઈ હાલમાં ફક્ત વાદળી (સત્તાવાર) અને રાજદ્વારી પાસપોર્ટ ધારકોને જ વિઝા આપી રહ્યું છે. નિયમિત લીલા (સામાન્ય) પાસપોર્ટ ધરાવતા પાકિસ્તાનીઓને વિઝા મળી રહ્યા નથી. સમિતિના અધ્યક્ષ સેનેટર સમીના મુમતાઝ ઝેહરીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.સમીનાએ કહ્યું, “વિઝા પ્રતિબંધનું કારણ એ છે કે કેટલાક પાકિસ્તાનીઓ યુએઈ જાય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અને ભીખ માંગવામાં વ્યસ્ત રહે છે.” તેમણે સમજાવ્યું કે તાજેતરના સમયમાં વિઝા ખૂબ જ મુશ્કેલીથી જારી કરવામાં આવ્યા છે. જાકે, તે જ દિવસે, નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબ સાથેની બેઠકમાં,યુએઈ ના રાજદૂત સલેમ એમ. સલેમ અલ બાવાબ અલ ઝાબીએ “પાકિસ્તાનીઓ માટે મોટા વિઝા સુધારા” ની જાહેરાત કરી. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સુધારાઓમાં ઓનલાઈન વિઝા પ્રોસેસિંગ, પાસપોર્ટ સ્ટેમ્પિગ વિના ઈ-વિઝા અને ઝડપી સિસ્ટમ-ટુ-સિસ્ટમ લિંકેજનો સમાવેશ થાય છે. નવું યુએઈ વિઝા સેન્ટર દરરોજ આશરે ૫૦૦ વિઝા પ્રોસેસ કરી રહ્યું છે.પાકિસ્તાનીઓ યુએઈ માં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે, જેના કારણે સાઉદી અરેબિયાએ આ પગલું ભર્યું. અગાઉ, જુલાઈ ૨૦૨૫ ની શરૂઆતમાં પાકિસ્તાનીઓ માટે વિઝા અચાનક સ્થગિત કરવામાં આવ્યા હતા. આ પછી, પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીએ ૧૧ જુલાઈના રોજ તેમના ેંછઈ સમકક્ષ સાથે મુલાકાત કરી અને વિઝા નીતિમાં છૂટછાટની વિનંતી કરી. એપ્રિલ ૨૦૨૫ માં,યુએઈ ના રાજદૂતે જાહેરાત કરી કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને પાકિસ્તાનીઓ હવે ૫ વર્ષના વિઝા મેળવી શકે છે.જાન્યુઆરી ૨૦૨૫ માં, વિદેશી પાકિસ્તાનીઓ પરની સેનેટ સમિતિને જાણ કરવામાં આવી હતી કે વિઝિટ વિઝા પર મુસાફરી કરતા કેટલાક પાકિસ્તાનીઓ યુએઈમાં ભીખ માંગતા પકડાયા હતા, જેના કારણે  અનૌપચારિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુએઈ મધ્ય પૂર્વમાં પાકિસ્તાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, અને લાખો પાકિસ્તાનીઓ ત્યાં કામ કરે છે, જેનાથી અબજા ડોલરનું રેમિટન્સ આવે છે. આમ છતાં, વિઝા કટોકટી વધુ વણસી રહી છે. અગાઉ, યુએઈએ પાકિસ્તાનના ગરીબ દેશને ૨ બિલિયન ડોલરની સહાય પૂરી પાડી હતી.