મોરબીના ટંકારા સ્થિત વાછકપર ગામમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં માતા -પુત્ર અને પુત્રી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૈસાના મામલે ઝઘડો થતા માતાએ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં માતાને ઝેરી દવા પીતી જોઈને પુત્ર અને પુત્રીએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ૧૫ વર્ષનાપુત્રનું મોત નીપજ્યુ હતું.બીજીતરફ માતા-પુત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.