જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારીયા (અમરેલી) ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિન’ ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે,
કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત સ્વયંસેવકો દ્વારા કોલેજ પરિસર અને આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરો એકઠો કરીને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય તથા અધિકારીઓએ વિદ્યાર્થીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું.