અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ટીકુભાઈ વરુએ ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ ખાતે તૂટી પડેલી પાણીની ટાંકી અંગે યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં માગણી કરી છે. તેમણે આ અંગે પત્રમાં જણાવ્યું હતું કે, બારમણ ગામે વર્ષ ૨૦૧૫માં બનાવવામાં આવેલી સરકારી પાણીની ટાંકી હાલમાં તૂટી પડતાં રોડ પર ભારે પ્રમાણમાં પાણી, પથ્થરો અને સિમેન્ટના પોપડા ફેલાઈ ગયા હતા. સદનસીબે ઘટનાના સમયે કોઈ લોકો સ્થળ પર હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી છે.