મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોને બારમાસી ઓલવેધર રોડ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના પંચાયત હસ્તકના માર્ગોના રિસર્ફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે રૂ.૨૬૦૯ કરોડની ફાળવણી મંજૂર કરી છે. આ અંતર્ગત કુલ ૪૧૯૬ કિ.મી. લંબાઈના ૧૨૫૮ માર્ગોની મરામત અને રિસર્ફેસિંગ હાથ ધરાશે. તેમાં ઉત્તર ગુજરાતના ૪૮૭ માર્ગો (૧૬૦૯ કિ.મી.), દક્ષિણ ગુજરાતના ૪૯૯ માર્ગો (૧૫૨૮ કિ.મી.) અને સૌરાષ્ટ્રના ૨૭૨ માર્ગો (૧૦૫૯ કિ.મી.)નો સમાવેશ થાય છે.
આ કામગીરી પૂર્ણ થતા ગામડાંઓમાં આંતરિક કનેક્ટિવિટી મજબૂત બનશે, વાહનવ્યવહાર સરળ થશે અને શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોનું સીધું જોડાણ સુદ્રઢ બનશે.