અદ્યતન માર્કેટ યાર્ડમાં શેડનું લોકાર્પણ સહિત જનસેવાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે
આગામી તા. ૨૨ માર્ચ-રવિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત અમરેલી આવી રહ્યાં હોય, જિલ્લા ભાજપનાં મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક હોટલ એન્જલ લોર્ડઝ ખાતે રાખવામાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ બેઠકમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપનાં સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જે.વી.કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, સહકારી અગ્રણી પી. પી. સોજીત્રા, ડા. ભરતભાઈ કાનાબાર સહિતે માર્ગદર્શન આપેલ. રાજ્યનાં નમૂનેદાર અદ્યતન માર્કેટ યાર્ડમાં શેડનું લોકાર્પણ અને વર્ષોથી અધુરા રહેલાં બાયપાસ રોડને પુર્ણ કરવાનાં ખાતમુહૂર્ત સહિત જનસેવાના વિવિધ કાર્યો માટે અમરેલીમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, કેબિનેટ કૃષિમંત્રી અને અમરેલી જિલ્લાનાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીને આવકારવા જિલ્લા ભાજપ દ્વારા આયોજન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલિયા, પૂર્વ પ્રમુખ પ્રાગજીભાઈ હિરપરા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, મહિલા મોરચાનાં ભાવનાબેન ગોંડલિયા, શૈલેષભાઈ સંઘાણી સહિત જિલ્લા ભાજપનાં હોદ્દેદારો, પ્રદેશના પૂર્વ હોદેદારો, મોરચાનાં પ્રમુખ – મહામંત્રીઓ, જિલ્લા પંચાયતનાં સદસ્યો, જિલ્લાનાં વિવિધ મંડળોનાં પ્રમુખ-મહામંત્રીઓ, સહકારી અગ્રણીઓ, અમરેલી નગરપાલિકાનાં સદસ્યો સહિત સિનિયર આગેવાનોની ઉપસ્થિતમાં રહ્યા હતા. આ બેઠકમાં સ્વાગત પ્રવચન મહામંત્રી રાજુભાઈ ભુતૈયાએ તથા આભાર વિધિ મહામંત્રી મયુરભાઈ માંજરિયા દ્વારા કરવામાં આવી હતી, કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ વેકરિયાએ કર્યુ હતું તેમ મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.