મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વીડિયો કોન્ફરન્સમાં વેપારી સંગઠનો અને ઉદ્યોગ સંગઠનો સાથે જી.એસ.ટી. દરમાં થયેલા ઘટાડા અંગે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ અને જી.એસ.ટી. ઘટાડાના નિર્ણયને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે જણાવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં અમરેલી જિલ્લામાંથી અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, અમરેલી અર્બન ચેમ્બર ઓફ કોમર્સ, અમરેલી વેપારી મહામંડળ એસોસિએશન, ઓઇલ મીલ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, ધી સ્કેલ મેન્યુફેક્ચરીંગ એસોસિએશન, સાવરકુંડલા, ચેમ્બર ઓફ કોમર્સ બગસરા, રાજુલા, અમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત ઔદ્યોગિક વસાહત જાફરાબાદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, બાબરા જીઆઈડીસી-૧ એસોસિએશન, અમરેલી જિલ્લા એગ્રો ઇનપુટ એસોસિએશન, સુવર્ણકાર સંઘ, અમરેલી, અમરેલી ડિસ્ટ્રિક્ટ ડાયમન્ડ એસોસિએશન, સોલ્ટ એસોસિએશન, ચાંચ (વિક્ટર), રાજુલા જિનીંગ એસોસિએશન, બાબરા જીઆઇડીસી – ૨ એસોસિએશન સહિતના વેપારી અને ઉદ્યોગ સંગઠનો જોડાયા હતા.