રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સરકારમાં મંત્રી પરષોત્તમભાઈ સોલંકી દ્વારા મુંબઇના મોગરવાડામાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા હતા. જેમાં જય શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સોલંકી બંધુના આંગણે પહોચ્યા હતા. મુંબઈના અંધેરીમાં મોગરવાડા ખાતે હીરાભાઈ સોલંકી અને પરષોત્તમભાઈ સોલંકી દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સોલંકી બંધુના આંગણે રાજકીય દિગ્ગજોની મુલાકાતથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ તકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ભાજપના નેતા ધવલભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.