અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા તત્વો સામે કડક વલણ અપનાવતા પોલીસે વડિયાના એક રીઢા ગુનેગારને પાસા હેઠળ જેલ હવાલે કર્યો છે. વડિયા તાલુકાના સનાળી ગામના ૨૦ વર્ષીય રામકુ કાળુભાઈ વાઘેલા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડા અને તેમની ટીમે વોરંટની બજવણી કરી આરોપીની અટકાયત કરી છે અને તેને પાલનપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રામકુ વાઘેલા વિરુદ્ધ વડિયા, સાવરકુંડલા, જામજોધપુર અને ગોંડલમાં ચોરી તથા લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.






































