જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે કૌભાડ થયા હોવાના આક્ષેપો થયા છે.વર્ષ ૨૦૨૪- ૨૫ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા ૧.૭૦ લાખની સહાય આપવામાં આવે છે જેનો લાભ લઇ જેને બીપીએલ કાર્ડ અંતર્ગત આવતા હોય તેવા લોકોને સહાય આપવામાં આવતી હોય છે પરંતુ માંગરોળ તાલુકાના મોટાભાગના ગામોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૭૦૦ થી વધારે આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે જેમાં મોટાપાયે ગેર રીતે થઈ હોવાના આક્ષેપો થયા છે.
માંગરોળ તાલુકાના શેખપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં લાભાર્થીઓએ વર્ષ ૨૦૧૪ ૧૫ માં મકાન બનાવ્યા હતા તેને વર્ષ ૨૦૨૪ ૨૫ માં બતાવી દેવામાં આવ્યા છે. લાભાર્થી પાસે થી ગ્રામ સેવક તલાટી મંત્રી તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો થયા છે.
માંગરોળ તાલુકાના બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો માત્ર ચોપડા ઉપર નવા બનાવી દેવા મેસેજ પરંતુ લાભાર્થીઓ અને અમુક રકમ ચૂકવીને તેમની પાસેથી મોટાપાયે રકમ લઈને રૂપિયા એક કરોડથી વધુ રકમનો કૌભાંડ થયું હોવાની વાત સામે આવી છે.
રિયાલિટી ચેક દરમિયાન લાભાર્થીએ સ્વીકાર્યું કે વર્ષ ૨૦૧૪-૧૫ માં તેઓએ મકાન બનાવવાની શરૂઆત કરી હતી અને ૨૦૧૮માં મકાનનું કામ પૂર્ણ થયું હતું અત્યાર સુધીમાં તેમને ૧.૧૦ લાખની સહાય મળી છે. તાજેતરમાં જ કેટલાક અધિકારીઓ આવ્યા હતા અને તેમના જૂના મકાન પાસે ઊભા રાખીને ફોટોગ્રાફ્સ લઇ રહ્યા હતા એવું પણ તેમણે જણાવ્યું હતું.
આ સમગ્ર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા કૌભાંડને લઈને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાને ફરિયાદ મળતા તેમણે મુખ્યમંત્રી ને તપાસ માટેની રજૂઆત કરી હતી અને ભાજપના ધારાસભ્ય હોવાથી સરકાર ખોટી રીતે બદનામ થઈ રહી છે તેને અટકાવવા માટે રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ વિભાગ તેમની પાસે આવતો હોવાથી તેમણે પણ તપાસના આદેશ આપ્યા છે અને જુનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ અંગે તપાસ શરૂ કરી છે.
સરકાર દ્વારા કરોડો રૂપિયા ની સહાય બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવતી હોય છે પરંતુ છેવાડાના માનવી સુધી આ સહાયની રકમ પહોંચતી નથી અને તેનો લાભ અધિકારીઓ લઈ જતા હોય છે ત્યારે માંગરોળના ધારાસભ્ય દ્વારા સમગ્ર ખુલ્લું પાડવામાં આવ્યું છે અને સરકારની બદનામી થતી અટકાવવામાં આવી છે