વડીયા શહેરમાં નીકળતા ઝુલુસ અને તહેવારમાં કોઈ ધાર્મિક ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડીયાના ઇન્ચાર્જ પીઆઇ ગાંગણા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં વડીયાના સરપંચ મનીષ ઢોલરીયા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, ભીખુભાઇ વોરા, ચેતન દાફડા, અકીલ પઠાણ, મુન્ના બાદશાહ, રાજુ પરીયટ સહિતના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.