મન મંદિર શૈક્ષણિક સંકુલ, ધારી, દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી નિમિત્તે ”મનમંદિર ખેલોત્સવ ૨૦૨૫”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૪ અને ૫ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ, રસ્સાખેંચ, સ્લો સાઈકલ, દોડ, કોથળા દોડ, લીંબુ-ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનું સંચાલન દેવમુરારી, હેમાલીબેન સોલંકી, કુંદનબેન રાજ્યગુરુ, જાનવીબેન અને રામ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ વ્યાસ પ્રિયંકાબેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.