સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ ગ્રુપ અને દક્ષેશ્વર મહાદેવ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રી મહોત્સવ અંતર્ગત વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂદ્રયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૂદ્રયાગ યજ્ઞમાં ૫૧ પાટલાની નોંધણી કરવામાં આવેલ છે. જેમાં યજ્ઞશાળામાં દેવાધિદેવ મહાદેવને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ હોમાશે. ત્યારે યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા આ મહા રૂદ્રયાગ યજ્ઞના દર્શન કરવા માટે સમગ્ર જિલ્લા અને અમરેલી શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.









































