મનરેગા કૌભાંડમાં છબી ખરડાયા બાદ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડને મોટો ફટકો પડ્યો છે. જાહેર કાર્યક્રમોમાંથી બાદબાકી થયા બાદ હવે તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાંથી પણ દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ ગેરહાજર રખાશે. મંત્રી બચુ ખાબડના મંત્રાલયના જવાબો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપશે. બચુ ખાબડના કૃષિ અને પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબો રાઘવજી પટેલ આપશે.ઉલ્લેખનીય છે કે, મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રી બચુ ખાબડને સરકારી કામકાજથી દુર રાખવામાં આવી રહ્યાં છે. મંત્રાલય અને કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભા સત્રમાં પણ મંત્રીને દૂર રાખવાનો નિર્ણય કરાયો છે.તાજેતરમાં કમલમ ખાતે મળેલ ભાજપ સંગઠનની બેઠકમાં પણ મંત્રી બચૂ ખાબડની બાદબાકી કરાઈ હતી. મંત્રી બચૂ ખાબડ કમલમ્ ખાતે બેઠકમાં ગેરહાજર જાવા મળ્યા હતા. મનરેગામાં પુત્રોની ધરપકડ બાદ સતત જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી છે. ભાજપની બેઠકમાં તમામ અપેક્ષિત મંત્રીઓ ધારાસભ્ય અને સાંસદોની બેઠક માં પણ તેમને આવવા ન દેવાયા. આ ઉપરાંત કૌભાંડ બાદ ક્યાંય જાહેરમાં જાવા મળ્યા નથી. રાજ્ય પંચાયત મંત્રી બચુ ખાબડ હવે માત્ર ને માત્ર કાગળ અને ઓફિસની નેમ પ્લેટ ઉપર નજરે પડે છે. જેટલા કેટલા સમયથી કેબિનેટ કે ગાંધીનગરની કચેરીમાં બચુ ખાબડ દેખાતા નથી. સરકારી કાર્યક્રમોમાંથી પણ તેમને દૂર રાખવામાં આવે છે. ગત મહિને ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વના કાર્યક્રમોમાંથી પણ બચુ ખાબડને દૂર રખાયા. બચુ ખાબડની મનોસ્થિતિ કદાચ તેમને ઓફિસમાં આવું છે પણ આવી શકતા નથી તેવી થઈ છે. બચુભાઈ ખાબડને ઓફિસમાં આવવું છે, પણ સરકાર મનરેગા અંતર્ગત હાલના તબક્કે રોજગારી આપવા તૈયાર નથી.