(૧) ગ્રહો નડે તો તેના નંગની વીટી બનાવીએ પણ જો પડોશી નડતો હોય તો?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
નવી સોસાયટી બનાવો જેમાં તમે એકલા જ રહેતા હો.
(૨) સાસુ વહુ પાસે કામ કરાવવાની આશા કેમ રાખતી હશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
સસરો વાસણ વિછળતો હોય એ સાસુથી જોવાતું ન હોય એટલે!
(૩) જવાબ ન આવડે એ પ્રશ્ન માટે હમણાંથી મારો કેમ સંપર્ક નથી કરતા?
સરદારખાન મલેક (મહેસાણા)
તમે તમારું સહાયક લેખક તરીકે નામ રિન્યુ નથી કરાવ્યું એટલે.
(૪) ગયા રવિવારે તમારી કોલમ વાંચીને તમને અમે એક કલાક યાદ કર્યા હતા, બોલો!
રામભાઈ પટેલ (સુરત)
ખોટી વાત. ગયા રવિવારે મને અર્ધી કલાક જ હેડકી આવી હતી.
(૫) હોંશિયાર કોને કહેવાય?
દર્શન પટેલ (વડોદરા)
મને ક્યો તમતમારે.. મને કોઈ વાંધો નથી.
(૬) ‘ફુલ તુમ્હે ભેજા હૈ ખત મેં’ પણ ટપાલ મળે ત્યાં ફુલ કરમાઈ ન જાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
સ્પીડપોસ્ટમાં મોકલો.
(૭) ગાડી વગર લાડી લાવવી હોય તો?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ઘર પાસે એરોપ્લન પડ્‌યું હોય એવા ફોટા સ્ટેટ્‌સમાં રાખો.
(૮)સ્ વેટર અને ગરમ ટોપી કબાટમાંથી ક્યારના કાઢી લીધા છે. ટાઢ ક્યારથી પડવાની છે ?
કનુભાઈ પરમાર (દામનગર)
ટાઢ તો પડે જ છે. તમારા સ્વેટર અને ટોપી એવા(ભંગાર) છે કે એને જોઈને ટાઢ ગભરાઈને ભાગી જાય છે.
(૯) તમને ગુસ્સો આવીને કેટલીવારમાં શાંત થઈ જાય?
શંભુ ખાંટ અનિકેત (પાટ્યો અરવલ્લી)
આવ્યા પહેલા જ.
(૧૦) વેલણનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય..?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
પહેલો ઉપયોગ રોટલી બનાવવા.. બીજા ઉપયોગનો તો બધાને અનુભવ છે જ એટલે વર્ણન નથી કરતો!
(૧૧) મનની મરજીથી જીવવા શું કરવું જોઈએ?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
મને નહી મનને પૂછો.
(૧૨) સાહેબ..! કબડ્ડીની રમતમાં પગની ખેંચાખેંચી કેમ કરે છે?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
ઓહો એવું છે? મને એમ કે પગે લાગવા માટે પગ પકડતા હશે!
(૧૩) પ્રશ્ન કોને કહેવાય?
ગીરીશ મકવાણા (કોડીનાર)
એ જ મોટો પ્રશ્ન છે!
(૧૪) મને એવું સપનું આવ્યું કે નળમાંથી પાણીના બદલે દૂધ આવવા માંડ્‌યું. આમ કેમ થયું હશે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
પાઈપલાઈનમાં ભેંસ ફસાઈ ગઈ હશે.
(૧૫) હું કલમ પકડું તો હાથ આખેઆખો બળે છે તો શું કરવું?
જય દવે (ભાવનગર)
કલમ મૂકીને મલમ પકડો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..