એ ભાઈ…મધમાખી એ ખેડૂતો માટે ઉત્તમ વ્યવસાય અને ખેતીમાં વધુ ઉત્પાદન માટે વરદાન છે. ખેડૂત મિત્રો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશમાં પશુપાલન થકી દૂધ અને દૂધ પછી શ્વેત ક્રાંતિ અને મધમાખી થકી મધ અને મધ થકી સ્વીટ ક્રાંતિની વાત કરતા હોય છે. આજે ભારત દેશ મધની નિકાસ કરતો થયો છે, જેના હિસાબે ખેડૂતોને તેની આવકમાં આર્થિક ફાયદો થયો છે. મધમાખીના કારણે ખેત વાવતેરના પાક ઉત્પાદનમાં પણ ફાયદો થતો હોય છે અને ઉત્પાદન પણ વધતુ હોય છે. આમ મધમાખી એ ખેડૂતો માટે વરદાન છે. પણ વધુ પડતા પેસ્ટીસાઈડના ઉપયોગના હિસાબે આપણે કુદરતી રીતે મુકત – હરતી – ફરતી મધમાખીઓનું નિકંદન કાઢી નાખ્યુ છે. આજે મધપાલન વ્યવસાયમાં રાજય સરકાર, કેન્દ્ર સરકાર સહાય આપે છે. પ્રગતિશીલ ખેડૂતો જે રીતે આગળ વધી રહ્યા છે તેની પાસેથી શિખીને આગળ વધી શકાય પણ જા આગળ વધવાની ધગશ હોય તો બાકી ટીકા-ટીપ્પણી કરવાવાળા માટે તેનો વ્યવસાય બરાબર છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ૩૮ વર્ષિય યુવાન જેમને ખેતીમાં કંઈક કરવાની તાલાવેલી એવા જેઠાભાઈ મુળુભાઈ રામ જેનો અભ્યાસ ફાઈન આટ્ર્સ સુધી. રંગોની દુનિયાના સારા જાણકાર. પોતાના પરિવારની પ એકર જમીનમાં ખેતી કરે. સરકારના એક કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેડૂતલક્ષી સેમિનારમાં હાજરી આપવા ગયા. ત્યાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ મધમાખીના ફાયદોઓ વિશે માહિતી આપી. નાળીયેરીના બગીચામાં સારૂ અને વધુ ઉત્પાદન લેવા માટે મધમાખી દ્વારા પોલીનેર થાય તો જ ફાયદો થાય. આ વાત જાણીને જેઠાભાઈએ કે.વી.કે. માં મધપાલનની તાલીમ લઈને ર૦૧૯ માં ૪૦ પેટી મધમાખી લાવ્યા. આજે ધીમે-ધીમે તેઓની પાસે ૧૦૦ પેટી મધમાખી છે. હજુ, આ વ્યવસાયમાં આગળ વધવા માટે સફળ પ્રયત્નો કરી રહ્યા છે. ખરા અર્થમાં “સફળતા તેને મળે જે પરસેવે ન્હાય”, જેઠાભાઈ આજે સફળતા તરફ આગળ વધે છે. તેમાં તેના પરિશ્રમની મહેક આવે છે.
જેઠાભાઈ જણાવે છે કે, “મધમાખી થકી મને પુરક આવક તો મળી સાથે-સાથે નાળીયેરમાં ઉત્પાદન પણ વધ્યું છે. આજે અલગ-અલગ ફલેવરના મધનું ઉત્પાદન મેળવવામાં આવે છે. ભાઈ-ભાઈબંધ કે પરિવારજન સમી મધમાખીઓ અલગ-અલગ જગ્યાએથી ફૂલોનો અર્ક શોધી લાવીને આપણને ફાયદો કરાવે છે. ધાણા, તલ અને મલ્ટી બધા અર્કમાંથી મધ મેળવવામાં આવે છે. હાલ એક મધપેટીમાંથી દર મહિને ૧ કિલો જેટલું મધ મળે છે. આમ ૧૦૦ પેટીમાંથી ૧૦૦ કિલો આસપાસ મધ મેળવે છે અને રૂ. ૬૦૦ના ભાવથી વેચાણ કરે છે. આ મધપાલન વિશે જાણવા માટે જેઠાભાઈ રામનો સંપર્ક નં.૬૩પર૭ ૮૯૩૮૧ છે.