મણિપુરમાં કુકી સમુદાયની ૨૦ વર્ષીય ગેંગરેપ પીડિતાના મોતથી લોકોમાં રોષ ફેલાયો છે. યુવતીનું ૧૦ જાન્યુઆરીએ મૃત્યુ થયું. તે ૨.૫ વર્ષથી ન્યાયની રાહ જાઈ રહી હતી, પરંતુ તેને ન્યાય મળ્યો નથી.પરિસ્થિતિ એવી છે કે તેના પર ગેંગરેપ કરનારા લોકોની હજુ સુધી ઓળખ થઈ નથી.
હવે, કુકી સમુદાયના સભ્યોએ આ કેસમાં ન્યાયની માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેંગરેપ બાદ મૃતક મહિલા આઘાતમાં હતી અને બીમારીને કારણે તેનું મૃત્યુ થયું. મે ૨૦૨૩ માં મણિપુરમાં વંશીય હિંસા દરમિયાન મૃતક મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો. અનેક કુકી સંગઠનોએ મણિપુરની કુકી મહિલા માટે ન્યાયની માંગ કરી છે, જેનું ૧૦ જાન્યુઆરીએ ગુવાહાટીમાં સારવાર દરમિયાન બીમારીથી મૃત્યુ થયું હતું. એવો આરોપ છે કે આ રોગ ગેંગ રેપ પછી થયો હતો. ચુરાચંદપુર, મણિપુર અને દિલ્હી સ્થિતિ કુકી સંગઠનોએ દાવો કર્યો હતો કે મે ૨૦૨૩ માં ઇમ્ફાલમાં તેનું અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.કુકી સંગઠનો કુકી લોકો માટે અલગ વહીવટની માંગ કરી રહ્યા છે. તેઓ એમ પણ માને છે કે તેઓ મેઇતેઈ સમુદાય સાથે રહી શકતા નથી.કુકી જૂથ, ઇન્દજિનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમે કહ્યું, “તેણીનું મૃત્યુ કુકી લોકોને કેટલી ક્રૂરતાથી નિશાન બનાવવામાં આવ્યા છે તેનું બીજું એક પીડાદાયક ઉદાહરણ છે.”
આઇટીએલએફે જણાવ્યું હતું કે કુકી લોકો પાસે હવે “આપણી સલામતી, ગૌરવ અને અસ્થીત્વ માટે” અલગ વહીવટની માંગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.આઇટીએલએફે ચુરાચંદપુરમાં તેમના માનમાં મીણબત્તી પ્રગટાવીને રેલીનું આયોજન કર્યું હતું.
કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, દિલ્હી અને એનસીઆરે આરોપ લગાવ્યો હતો કે ગુનાની ગંભીરતા અને નાગરિક સમાજ સંગઠનો દ્વારા વારંવાર અપીલ કરવા છતાં, ગુનેગારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કેએસઓ, દિલ્હી અને એનસીઆરએ જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે તેમના મૃત્યુને ૨૦૨૩ માં તેમની સામે થયેલી હિંસાના પરિણામે સત્તાવાર રીતે માન્યતા આપવી જાઈએ. તેને અન્યથા ગણવાનો કોઈપણ પ્રયાસ ન્યાયનો ઇનકાર અને જવાબદારીથી છટકી જવા સમાન હશે.”
મે ૨૦૨૩ માં, ઇમ્ફાલ ખીણના મેઇતેઈ અને પહાડીઓના કુકી જૂથો વચ્ચે મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી. ઓછામાં ઓછા ૨૬૦ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીથી રાજ્યમાં રાષ્ટÙપતિ શાસન લાદવામાં આવ્યું છે.









































