તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા અંગેની નીતિ જાહેર કરેલ છે જેમાં ખેડૂતો પાસેથી મર્યાદિત જથ્થામાં મગફળી ખરીદવાની થાય છે ચાલુ ચોમાસાની સિઝનમાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં નાના ખેડૂતોને પણ ૧૫૦ થી વધુ પણ મગફળીનું ઉત્પાદન થયેલ છે તેથી ખેડૂત દીઠ ટેકાના ભાવે મગફળીની ખરીદીની જે મર્યાદા નક્કી કરી છે તેમાં વધારો કરી ખેડૂતો દીઠ ૨૦૦ મણની મર્યાદા કરવામાં આવે તેવી ધારાસભ્યો મહેશ કસવાળા અને જે.વી. કાકડિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.