લાઠી તાલુકામાં પવિત્ર યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – લાઠીની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અમરેલી જિલ્લાના અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, જિલ્લા સંગઠન મંત્રી કલ્પેશભાઈ, આશિષભાઈ ચૌહાણ તેમજ નરેશભાઈ ડોડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી.જિલ્લા હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી લાઠી તાલુકાની નવી ટીમની બિનહરીફ વરણી કરવામાં આવી. નવી ટીમ મુજબ અધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ કાકડીયા, મહામંત્રી તરીકે મહેશભાઈ ચૌહાણ, સંગઠન મંત્રી તરીકે આશિષભાઈ જાની, વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે ભાવેશભાઈ કાલિયાણી અને કોષાધ્યક્ષ તરીકે રજનીભાઈ બઢિયા નિયુક્ત થયા હતા. ઉપાધ્યક્ષ તરીકે ઓધવજીભાઈ કથીરીયા, ઉદયસિંહ રાજપૂત અને કિશોરભાઈ ગોસાઈની વરણી થઈ. મહિલા પાંખમાં પારુલબેન જોષી મહિલા ઉપાધ્યક્ષ, રીનાબેન ગોસાઈ મહિલા મંત્રી અને દક્ષાબેન વામજા સહ મંત્રી તરીકે નિમાયા હતા.ભુરખિયા દાદાના આશીર્વાદ સાથે તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ સંગઠનની વિચારધારા મુજબ રાષ્ટ્રહિત, શિક્ષણહિત અને શિક્ષકહિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની શપથ લીધી. શિક્ષણ જગતના અગ્રણીઓએ આ નિમણૂકનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.








































