ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના દિશાનિર્દેશો અનુસાર અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લામાં ૧૪/૧૧થી ૨૦/૧૧/૨૦૨૫ સુધી ૭૨મા અખિલ ભારતીય સહકાર સપ્તાહનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લા સહકારી સંઘ અને શ્રી ભીંગરાડ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં ૧૮/૧૧/૨૦૨૫ના ‘સહકારી ઉદ્યોગ સાહસિકતા દ્વારા યુવાનો, મહિલાઓ અને નબળા ક્ષેત્રો જેવા કે, હસ્તકલા, હાથવણાટ, શ્રમ, મત્સ્યોદ્યોગને સશક્ત બનાવવા પર સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, સંઘના ઉપાધ્યક્ષ હરજીભાઈ નારોલા, યુવા સમિતિના ડાયરેક્ટર રવિભાઈ પંડ્યા, ભીંગરાડ સેવા સહકારી મંડળી લી.ના અધ્યક્ષ ચતુરભાઈ ભાદાણી, સહકારી અગ્રણીઓ અને સભાસદ હાજર રહ્યા હતા.







































