ભાવનગરમાં ફરીએકવાર રફ્તારનો કહેર સામે આવ્યો છે. કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શક્તિ મંદિર પાસે ગઇકાલે એક કાર ચાલકે લાપરવાહ રીતે ગાડી હંકારી અનેક લોકોને અડફેટે લીધા હતા.. આ ઘટનામાં અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી..
કાર ચાલક પોલીસ પુત્ર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કાર ચાલકે રસ્તા પર ચાલતા લોકોને અડફેટે લેતાં એક યુવક, ભાર્ગવ પટ્ટીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે સાથે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધા, ચંપાબેન વાછાણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ દુઃખદ અવસાન થયું.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાહનચાલકને નીલમબાગ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ વાહનચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.