એઆઇ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬માં ૨.૫ લાખ લોકોએ નોંધણી કરાવી
મેગા એઆઇ ઈન્ડિયા ઇમ્પેક્ટ સમિટ આજે રાજધાની દિલ્હીમાં શરૂ થઈ રહી છે, જેમાં વિશ્વભરના અગ્રણી ટેક નેતાઓ અને નિષ્ણાતો ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદમાં આ મુખ્ય કાર્યક્રમના ભાગ રૂપે ‘એઆઇ ઈન્ડિયા એક્સ્પો’નું ઉદ્ઘાટન કર્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પ્રતિનિધિઓનું સ્વાગત કરતા, પીએમ મોદીએ કહ્યું કે આ સમિટમાં વિશ્વભરના લોકોનું આગમન ભારત માટે ગર્વની વાત છે અને દેશના યુવાનોની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ પ્રસંગ એ વાતનો પુરાવો છે કે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને વૈશ્વિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ૧.૪ અબજ ભારતીયોની સામૂહિક શકિતને કારણે, દેશ આજે એઆઇ પરિવર્તનમાં મોખરે છે. તેમણે ડિજિટલ જાહેર માળખાગત સુવિધા, મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને અત્યાધુનિક સંશોધનને ભારતની એઆઇ પ્રગતિ માટે મુખ્ય શકિતઓ તરીકે ટકયા . તેમણે ભાર મૂક્યો કે છૈં ક્ષેત્રમાં ભારતની ઝડપી પ્રગતિ માત્ર મહત્વાકાંક્ષા જ નહીં પરંતુ જવાબદારીને પણ પ્રતિબિંબિત કરે છે.
૨૦ ફેબ્રુઆરી સુધી ચાલનારા એઆઇ ઈન્ડિયા ઇમ્પેક્ટ એક્સ્પો, સમિટની સાથે યોજાઈ રહ્યો છે અને તેને કૃત્રિમ બુદ્ધિમત્તાના વ્યવહારિક ઉપયોગોના રાષ્ટ્રીય પ્રદર્શન તરીકે જાવામાં આવી રહ્યો છે. વૈશ્વિક ટેક કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંગઠનો, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય  ભાગીદારો એક્સ્પોના ૧૦ ક્ષેત્રોમાં ભાગ લેશે, જે લગભગ ૭૦,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા છે.
આ એક્સ્પોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વીટઝર્લૅન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકન દેશો સહિત ૧૩ દેશોના પેવેલિયન હશે, જે એઆઇ ઇકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહયોગનું પ્રદર્શન કરશે.
આ ઇવેન્ટમાં ૩૦૦ થી વધુ ક્યૂરેટેડ પ્રદર્શન પેવેલિયન અને “લોકો, ગ્રહ અને પ્રગતિ” થીમ આધારિત લાઇવ ડેમો રજૂ કરવામાં આવશે, જે વિવિધ ક્ષેત્રોમાં એઆઇ ના વ્યાપક પ્રભાવને દર્શાવે છે. ૬૦૦ થી વધુ ઉચ્ચ-સંભવિત સ્ટાર્ટઅપ્સ પણ ભાગ લઈ રહ્યા છે, જે વસ્તી સ્તરે અમલમાં મૂકી શકાય તેવા એઆઇ સોલ્યુશન્સ પર કામ કરી રહ્યા છે.
આયોજકોના જણાવ્યા મુજબ, એક્સ્પો ૨,૫૦,૦૦૦ થી વધુ મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે, જેમાં ૩,૨૫૦ થી વધુ વક્તાઓ અને પેનલિસ્ટ સમગ્ર ઇવેન્ટ દરમિયાન ૫૦૦ થી વધુ સત્રોમાં ભાગ લેશે. તે ગ્લોબલ સાઉથમાં આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય  એઆઇ સમિટ પણ છે, જેનો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ, જવાબદાર અને પ્રભાવશાળી એઆઇ ભવિષ્યને ચાર્ટ કરવાનો છે.
ઈન્ડિયા એઆઇ મિશન ભારતીય ડેટા સેટ પર તાલીમ પામેલા અને દેશની ૨૨ સત્તાવાર ભાષાઓ અનુસાર તૈયાર કરાયેલા ૧૨ સ્વદેશી ફાઉન્ડેશન મોડેલ્સ પણ પ્રદર્શિત કરશે. નિષ્ણાતો માને છે કે આ સમિટ ભારતના એઆઇ બજાર માટે વૈશ્વિક ભાગીદારી, નવીનતા અને તકનીકી નેતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે, જે ૨૦૨૭ સુધીમાં ૧૭ બિલિયનથી વધુ થવાની ધારણા છે.
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અપનાવવાનું આપમેળે થશે નહીં; તેના માટે સ્પષ્ટ વ્યૂહરચના અને ટેકનોલોજીને મોટા પાયે રોજગાર સાથે જાડવાની પ્રતિબદ્ધતાની જરૂર છે.
એઆઇ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ માં તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં, તેમણે કહ્યું કે દેશોએ મજબૂત શિક્ષણ પ્રણાલીઓ, ઉચ્ચ-ગુણવત્તાવાળા કૌશલ્ય વિકાસ, શ્રમ-સઘન સેવા ક્ષેત્રોના વિસ્તરણ અને નિયમનકારી અવરોધોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નિર્ણાયક પગલાં લેવા જાઈએ. નાગેશ્વરને ભાર મૂક્્યો હતો કે છૈં અપનાવવું એક સહયોગી પ્રયાસ હોવો જાઈએ, જેમાં ખાનગી ક્ષેત્ર, શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓની સંયુક્ત ભાગીદારીની જરૂર હોય. તેમણે તેને “ટીમ ઈન્ડિયા ” દ્વારા સામૂહિક પ્રયાસ તરીકે વર્ણવ્યું. તેમણે ચેતવણી આપી કે છૈં અપનાવવાની તક હજુ પણ ખુલ્લી છે, પરંતુ તે કાયમ માટે રહેશે નહીં, જેના માટે ઝડપી અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
સરકાર મેડિકલ વિદ્યાર્થીઓના શિક્ષણને સુધારવા માટે ઇ-પુસ્તકો અને એઆઇ-આધારિત શૈક્ષણિક સંસાધનોની ઍક્સેસને વિસ્તૃત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ પહેલનો પ્રથમ તબક્કો નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૫૭ સરકારી મેડિકલ કોલેજાને આવરી લેશે.
એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં, આરોગ્ય મંત્રાલયના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (મેડિકલ એજ્યુકેશન) બી. શ્રીનિવાસએ જણાવ્યું હતું કે દૂરસ્થ મેડિકલ કોલેજાના વિદ્યાર્થીઓને ઇ-પુસ્તકો, ડિજિટલ ક્લિનિક સામગ્રી અને તકનીકી અભ્યાસ સામગ્રી સુધી પહોંચવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિ માં, સરકાર છૈં ની મદદથી આ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક
સામગ્રી પ્રદાન કરવા માટે એક વ્યૂહરચના વિકસાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ લાઇબ્રેરી દ્વારા ઇ-બુક્સ અને ડિજિટલ ક્લિનિકલ સામગ્રી પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હાલમાં દેશભરની આશરે ૫૭ સરકારી મેડિકલ કોલેજામાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.
ઇન્ફો એજના સહ-સ્થાપક સંજીવ બિખચંદાનીએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીની સરકાર દરમિયાન, એવું કહેવામાં આવતું હતું કે બેંકોમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે એવું કહેવામાં આવતું હતું કે આનાથી નોકરી ગુમાવશે, પરંતુ કોઈએ નોકરી ગુમાવી નથી. ટેકનોલોજીના ઉપયોગથી નોકરી ગુમાવવાનો ભય હંમેશા રહે છે, પરંતુ તે થતું નથી. લોકો પાસે હવે સાંભળવાનો સમય નથી. તેઓ ૫૦ મિનિટનો પોડકાસ્ટ સાંભળી શકતા નથી. તેનો સાર મેળવવા માટે પણ, લોકો છૈં ટૂલ્સનો ઉપયોગ કરે છે. તે ત્રણ કે ચાર પાનાનો સાર કાઢે છે. આ રીતે, ટેકનોલોજી વસ્તુઓ બદલી રહી છે.
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, એસ. કૃષ્ણને સોમવારે જણાવ્યું હતું કે ચાલી રહેલા ઈન્ડિયા ઈમ્પેક્ટ એઆઇ સમિટ ૨૦૨૬ માટે દેશ અને દુનિયાભરમાંથી ૨.૫ લાખથી વધુ સહભાગીઓએ નોંધણી કરાવી છે, જે અપેક્ષાઓ કરતાં ઘણી વધારે છે. સમિટના પહેલા દિવસે, તેમણે કહ્યું કે આ કાર્યક્રમ માટેનો ઉત્સાહ અભૂતપૂર્વ અને જબરજસ્ત હતો. તેમના મતે, આયોજકોએ આટલા મોટા પ્રમાણમાં લોકો આવશે તેવી અપેક્ષા નહોતી, તેથી નોંધણી પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા ન હતા. કૃષ્ણને સમજાવ્યું કે નોંધાયેલા સહભાગીઓ ૧૯મી તારીખ સિવાય બધા દિવસોમાં વિવિધ સત્રોમાં હાજરી આપી શકે છે, જેના માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું હતું કે ભારત એઆઈના “મહાકુંભ”નું આયોજન કરી રહ્યું છે, જ્યાં પાંચ દિવસીય એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે વિશ્વભરના નેતાઓ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને સંશોધકો એકઠા થયા છે. તેમણે કહ્યું કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ સમિટના પરિણામ પર નજર રાખી રહ્યું છે, અને આ કાર્યક્રમ ભારતની વૈશ્વિક ટેકનોલોજીકલ ભૂમિકા માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. પ્રસાદના મતે, આ આંતરરાષ્ટ્રીય સમિટમાં રાજ્યના વડાઓ, ટેક નેતાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ હાજરી આપશે.