દેશની ઉત્કૃષ્ટ સેવા કરવાની ભાવના ધરાવતા યુવાનો માટે ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુ તરીકે જોડાવાની એક મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ છે. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરવાયુની ભરતી માટે ધોરણ ૧૨ પાસ કરેલા અને ૧૬.૫ થી ૨૦ વર્ષની વય મર્યાદા ધરાવતા અપરિણીત પુરુષ તેમજ મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધીમાં https://www.agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અમરેલી જિલ્લા રોજગાર અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે અરજી કરતા પૂર્વે ઉમેદવારોએ વેબસાઇટની સંપૂર્ણ મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવી લેવી હિતાવહ છે. આ તક દેશસેવામાં જોડાવા ઈચ્છુક યુવાધન માટે ખુબ જ ઉપયોગી નીવડશે.