ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને મરણોત્તર ભારત રત્ન આપવાની માંગ કરી હતી. પત્રમાં સિદ્દીકીએ હેડગેવારને સ્વતંત્રતા સેનાની અને રાષ્ટ્રનિર્માતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે દેશની સ્વતંત્રતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન બદલ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવા જાઈએ. તેમણે કહ્યું કે આનાથી યુવાનોમાં દેશભક્તિ પણ પ્રેરિત થશે.
જમાલ સિદ્દીકીએ કહ્યું કે હેડગેવારના યોગદાન – જેમ કે સ્વતંત્રતા સંગ્રામમાં તેમની સક્રિય ભાગીદારી, સંગઠનો બનાવવાની તેમની અસાધારણ ક્ષમતા અને અખંડ ભારતના તેમના સ્વપ્ન – ને ધ્યાનમાં રાખીને ભારત રત્ન યોગ્ય રહેશે. આ સન્માન ફક્ત તેમના બલિદાનને જ નહીં પરંતુ દેશભરમાં સેવા કાર્યમાં રોકાયેલા સ્વયંસેવકોને પણ પ્રેરણા આપશે. કેશવ બલિરામ હેડગેવારનો જન્મ ૧ એપ્રિલ, ૧૮૮૯ ના રોજ નાગપુરમાં થયો હતો. તેમણે ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) ની સ્થાપના કરી હતી. આ વર્ષે ૨ ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે આ સંગઠન તેના ૧૦૦મા વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ડા. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત ઇજીજી શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વડા પ્રધાન કાર્યાલયે આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં, વડા પ્રધાને રાષ્ટ્ર પ્રત્યે આરએસએસના કથિત યોગદાનને પ્રકાશિત કરતી એક ખાસ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો.
‘મન કી બાત’ કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, વડા પ્રધાન મોદીએ ઇજીજી અને તેના સ્થાપક, હેડગેવારની “અભૂતપૂર્વ અને પ્રેરણાદાયક” યાત્રાની પ્રશંસા કરી.મોદી પોતે અગાઉ આરએસએસ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે કહ્યું કે ૧૦૦ વર્ષ પહેલાં જ્યારે આરએસએસની સ્થાપના થઈ હતી, ત્યારે ભારત ગુલામીથી જકડાયેલું હતું.
તેમણે કહ્યું, “સદીઓથી ચાલી આવતી ગુલામીએ આપણા આત્મસન્માન અને આત્મવિશ્વાસને ખૂબ જ ઠેસ પહોંચાડી હતી. વિશ્વની સૌથી જૂની સભ્યતા ઓળખના સંકટમાંથી પસાર થઈ રહી હતી. આપણા નાગરિકો હીન ભાવનાનો ભોગ બની રહ્યા હતા. આવા સમયે, પૂજ્ય હેડગેવારજીએ ૧૯૨૫માં વિજયાદશમીના શુભ અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. હેડગેવારજીના અવસાન પછી, ગુરુજીએ આ મહાન સેવા કાર્યને આગળ ધપાવ્યું.”