ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ઝારખંડમાં ભાજપ સાથે સરકાર બનાવશે તેવી અટકળો પર જેએમએમ પ્રવક્તા મનોજ પાંડેએ નિવેદન જારી કર્યું છે. પાંડેએ સ્પષ્ટપણે કહ્યું કે ભાજપ અને જેએમએમ  એકસાથે આવવાની કોઈ શકયતા નથી. આ પાયાવિહોણી અફવાઓ છે. સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરશે.

મનોજ પાંડેએ કહ્યું, “આ ચર્ચાઓ ક્યાંથી આવે છે? શા માટે થાય છે? મને એક કારણ આપો કે ગઠબંધન કેમ તૂટશે અને અમે બીજા પક્ષમાં કેમ જોડાઈશું. કોઈ શક્યતા નથી. સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. ગઠબંધનને જનાદેશ મળ્યો છે. અમે તેનું સન્માન કરીએ છીએ. તેઓ (મુખ્યમંત્રી હેમંત સોરેન) દિલ્હીમાં છે. તેમની દિલ્હી મુલાકાતના ઘણા કારણો છે, જેમાં વ્યક્તિગતથી લઈને અન્ય કારણોનો સમાવેશ થાય છે. આ પાયાવિહોણી અફવાઓ છે. અમારા નેતા હેમંત સોરેન દરેક વસ્તુની સમીક્ષા કરશે. તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.”

હકીકતમાં, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ ૨ ડિસેમ્બરે તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઝારખંડ ઝૂકશે નહીં. આનાથી એવી અટકળો શરૂ થઈ હતી કે બિહાર ચૂંટણીમાં ગઠબંધનને બેઠકો ન મળવાને કારણે હેમંત સોરેન અને મહાગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદો છે.

દરમિયાન, જેએમએમ પ્રવક્તા કુણાલ સારંગીએ પણ ઠ પર પોસ્ટ કરી અને લખ્યું, “હાથી, ઘોડા, તોપ, તલવાર, સેના બધું તમારું છે. મારો રાજા સાંકળોથી બંધાયેલો છે, છતાં તે બધાથી શ્રેષ્ઠ છે. ઘાટસિલા પેટાચૂંટણી હાર્યા પછી ઝારખંડમાં ભાજપ શરણાગતિના મોડ પર છે. તેમના નેતાઓ સમજી ગયા છે કે ભાજપ આગામી ૨૦ વર્ષ સુધી ઝારખંડમાં સત્તામાં પાછી નહીં આવે. તેથી, દરરોજ એક નવું સૂત્ર – દરરોજ એક નવું સ્વપ્ન. પરંતુ દરેકને આ જાણવું જાઈએઃ ઝારખંડ ક્યારેય ઝૂક્યુ નથી, અને ન તો તે ઝૂકશે.”