આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચિત્તલ રોડ સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા વિશેષ રમતગમત સ્પર્ધા યોજાઈ હતી. ‘બોડી એન્ડ માઈન્ડ ફીટ એન્ડ ફાઈન’ થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ૮ થી ૮૦ વર્ષની ૧૦૦થી વધુ મહિલાઓએ ૧૦૦ મીટર દોડ, માટલા દોડ અને રસ્સા ખેંચ જેવી ૭ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમબેન કુમકિયાએ સંસ્થાની પ્રેરણાદાયી પ્રવૃત્તિઓને બિરદાવી ૯ બ્રહ્માકુમારી બહેનોને ‘સ્ટ્રોંગ વુમન એવોર્ડ’થી સન્માનિત કર્યા હતા. બી.કે. ગીતાબહેન અને કિજલદીદીના માર્ગદર્શન હેઠળ બી.કે. આઈ.પી. બારડે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.